sabarkathaराष्ट्रीय

ટીડીઓઃ હોતી હૈ…ચલતી હૈ..જેવુ થશે તો મામલા દિલ્હી તક જા શકતા હૈ, કેમ કે આ મોદીજીનો એજન્ડા છે…

ટીડીઓઃ હોતી હૈ...ચલતી હૈ..જેવુ થશે તો મામલા દિલ્હી તક જા શકતા હૈ, કેમ કે આ મોદીજીનો એજન્ડા છે...

ભ્રષ્ટાચારની  ફરિયાદ માટે એક  જિલ્લામાંથી છેક ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇન સુધી મામલો પહોંચે તે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે તંત્ર દ્વારા ભ્રષ્ટ્ચારને ઘોળીને મસ્ત રીતે મૈં પ્રેમ દા પ્યલા પી આયા…ની જેમ ઘોળીને તેમાં નીંબુ નિચોવીને મસ્ત રીતે ગટગટાવી ગયા હોય એવી એક છાપ ઉપસી રહી છે. કેમ કે જો તેમ ન હોય તો એક તાલુકા વિકાસ અધિકીરીની સામે ભ્રષ્ટાચાર અંગેની કરાયેલી ફરિયાદનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો ન હોત. અને હવે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કહેવામાં આવ્યું છે કે તેમાં યોગ્ય કરવુ. તેમ છતાં મામલો  હોતી હૈ…ચલતી હૈ….જેવુ થશે તો મામલા દિલ્હી તક જા શકતા હૈ……કેમ કે આ મોદીજીનો એજન્ડા છે અને તેનું પાલન  નહીં તાય તો ફરાયદ પીએમઓને કરવામાં આવી શકે ચે.

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી ફરી એકવાર કહ્યું કે, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ જેવા દુષણો દેશને ખોખલો બનાવી રહ્યા છે. જો ભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો આ દૂષણોને જડમૂળથી કાઢી નાખવા પડશે.

દેશની તમામ સમસ્યાઓનું મૂળ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને મોદી સરકાર ભ્રષ્ટાચારની ઉધઈથી દેશને ખોખલો બનાવવાનો પ્રયાસ કરી રહેલા દરેક વ્યક્તિ અને સંગઠન સામે કાર્યવાહી કરી રહી છે તે સારી વાત છે.

મોદી સરકાર ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત’ બનાવવા માટે માત્ર ભ્રષ્ટ રાજકારણીઓ પર જ કાર્યવાહી કરી રહી નથી, પરંતુ અન્ય લાંચ લેનારા અધિકારીઓ સામે પણ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે એક જગૃત નાગરીકને મુખ્ય મંત્રીને “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં વિજયનગરના તાલુકા વિકાસ અધિકારી સામે ભ્રષ્ટાચારની મૌખિક ફરિયાદ કરતા તેઓ તપાસ નહિ કરતા હોવાની રજુઆત કરવામાં આવી છે.

હવે એ જોવાનું રહયુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વચન “ભ્રષ્ટાચારમુક્ત ભારત” અનુસાર, વિજયનગર તાલુકા વિકાસ અધિકારી માટે તપાસ થશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે.

Related Articles

Back to top button