sabarkathaराष्ट्रीय

પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા 16 વર્ષથી સેવાવ્રત…

પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા 16 વર્ષથી સેવાવ્રત...

પવિત્ર યાત્રાધામ અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21/ 9 /2023 થી તારીખ- 25 /9 /2023 સુધી સતત 24 કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર તેમજ માલિશનું સ્પેશિયલ આયુર્વેદિક તેલ વિતરણ શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વિઝોલ-વટવા  જીઆઇડીસી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વાનગીઓ જેમાં મોહનથાળ, જલેબી, દૂધપાક, પૂરી-શાક, ભાજીપાઉ લાઈવ ઢોકળા પાણીપુરી, ગોટા ચા-નાસ્તો, સેવ ઉસણ, મઠીયા ,કઢી ખીચડી વાનગીઓ ભાવિક ભક્તોને સતત 24 કલાક પીરસવામાં આવી હતી અને આ કેમ્પ હજુ તારીખ -25 /9/ 2023 સોમવાર સુધી ચાલુ રહેશે એમ સંસ્થાના પ્રમુખ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યુ છે. નોંધનીય છે કે તેઓ છેલ્લાં 16 વર્ષથી એક ધારી સેવા આપી રહ્યાં છે.

સૌ ભક્તોની આ પદયાત્રા અંબાજી જગદંબા ભાવથી પૂર્ણ કરે તેવી માના ચરણોમાં મંડળ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Related Articles

Back to top button