राष्ट्रीयઅરવલ્લી

કાર્યક્રમઃગઢા આંગણવાડી કેન્દ્ર ખાતે “ભૂલકાં મેળો”-2023ની રંગેચંગે થઇ ઉજવણી.

પ્રતિનિધિ:કનુ (કરણ) વાળંદ,અરવલ્લી-મોડાસા….

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢા  આંગણવાડી કેન્દ્ર ખાતે  “ભૂલકાં મેળો”-2023ની ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “ભૂલકા મેળા નું  આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આજના  દિવસે ગઢા આંગણવાડી કેન્દ્ર ખાતે “ભૂલકા મેળાની ઉજવણી કરવામાં આવી હતી.

 વિગતે જોઇએ તો, આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢા ગામમાં “ભૂલકા મેળાની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અધ્યક્ષસ્થાને   સરપંચશ્રી ધર્મિષ્ઠાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી અનિલભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, તથા નાના ભૂલકાઓના વાલી ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત, ગઢા 1  પ્રિયંકાબેન પટેલ, ગઢા 2 જાગૃતિબેન વાળંદ, રાજપુર  નિરુશાબેન શર્મા, હિંમતપુર ચૌહાણ ગીતાબેન, જમાના છાપરા સોલંકી ધુળી બેન, લછાઈ પનાત મુનિબેન,અને તેડાગર ચૌહાણ ભીખીબેન, પરમાર પ્રિયંકા બેન, તમામ આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર બહેનો  હાજર રહી કાર્યક્રમને  સફળ બનાવ્યો હતો..

કાર્યક્રમમાં કુલ 40 જેટલા  નાના ભૂલકાંઓએ ભાગ લીધો હતો અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Articles

Back to top button