મોડાસા તાલુકાના છેવાડાના છેલ્લા ગામ તરીકે અને ત્રણ તાલુકાને જોડતા કુડોલ ગામના નવ યુવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગણેશ મહોત્સવની રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે..
આ વર્ષે પણ 11મા સાર્વજનિક ગણેશ મહોત્સવની ભવ્ય સ્થાપના દ્વારા દાદાને ગામના અંબેજી માતા ચોકમાં લાવવામાં આવ્યા છે. પાંચ દિવસ દરમિયાન સવાર સાંજ દાદાની પૂજા અર્ચના કરવામાં આવશે અને દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
.ગામ લોકોના સાથ અને સહકારથી આ ભવ્ય કાર્યક્રમ સફળ બનાવવામાં આવે છે.. વિનાયક તેમજ સિદ્ધિ વિનાયક ગ્રુપના યુવાનો દ્વારા પૂરી જહેમતથી આ કાર્ય પાર પાડવામાં આવે છે..




