sabarkathaराष्ट्रीय

ગુના અટકાવવા વડાલીના પીએસઆઇની જાહેર હિતમાં ઉપયોગી સુચના આવકાર્ય….

ગુના અટકાવવા વડાલીના પીએસઆઇની જાહેર હિતમાં ઉપયોગી સુચના આવકાર્ય....

સાબરકાંઠા જિલ્લામાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.આર. ઉમટે  ચોરીના વધતાં બનાવોને રોકવા માટે એક જાહેર અપીલ  કરી છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા મજૂરી માટે બહારગામથી લાવવામાં આવતા મજૂરોની નોંધણી કરાવવાની અપીલ કરી છે.

ગુનો બન્યા બાદ પગલા લેવા તેના કરતા ગુનો બને જ નહીં તેવા સામાજિક પગલા પર ભાર મૂકીને પીએસઆઇ ઉમટે  કહ્યું કે, વડાલી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુન્હાઓમાં એવુ જોવા મળ્યું છે કે,  પકડાયેલ આરોપીઓ જે તે ખેડુતને ત્યાં પહેલા ખેતમજુર તરીકે નોકરી કરતા હોઇ જગ્યાનાં જાણકાર હોવાનું પોતાના નિવેદનમાં જણાવેલ છે.

જેથી તમામ સરપંચશ્રીઓ તેમજ ગામ આગેવાનોએ મે.કલેકટર સા.શ્રીના જાહેરનામા અંતર્ગત બહાર ગામથી મજુરી માટે લાવેલ ઇસમોની યાદીની વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવે તો વધુ ચોરીના બનાવો બનતા અટકાવવામાં મદદ મળી શકે.

પીએસઆઇ ઉમટે એમ પણ કહ્યું કે, ખેતમજુરોની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવશે. ઉપરાંત ખેડૂતોને તથા પ્રજાને પણ  રોકડ રકમ અનિવાર્ય સંજોગો સિવાય ઘરે ન રાખતાં બેંકના લોકરમાં રાખવા અપીલ કરવામાં આવે છે. કોઇ પણ શકમંદ વ્યકિતની અવર-જવર જણાય તો તાત્કાલીક પોલીસ મદદ માટે જાણ કરવા અપીલ કરવામાં આવે છે.

Related Articles

Back to top button