sabarkathaराष्ट्रीय
સામૂહિક આરોગ્ય કેન્દ્ર-મટોડા ખાતે પોષણ માહ સપ્તાહ 2023 ની ઉજવણી હાથ ધરાઇ…
સામૂહિક આરોગ્ય કેન્દ્ર-મટોડા ખાતે પોષણ માહ સપ્તાહ 2023 ની ઉજવણી હાથ ધરાઇ...
ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં પોષણ માસ 2023ની ઉજવણી કરવામાં આવી હતી….
આ કાર્યક્રમમાં સી.એમ.ટી.સી વિભાગના વડા ચૌહાણ પરિન્દાબેને ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા કૂપોષિત બાળકોના વાલીઓને પોષણયુક્ત વિવિધ વાનગીઓ બનાવવાની રીત તથા તેના ફાયદા વિશે માહિતી આપી હતી..
આ વિસ્તારમાં કૂપોષિત બાળકોની સંખ્યા 15 છે ત્યારે આ તમામ બાળકોના વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ન્યુટ્રીશનના પીએ ડોક્ટર અનિલ મૌર્ય, ડોક્ટર જયેશ પંડ્યા, બાળ રોગ નિષ્ણાત ડોક્ટર જી.એચ.ગાંચી, ડોક્ટર ભાવિક સોની, ડોક્ટર એસ જે પંડ્યા, તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર મટોડાનો તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો




