
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તી પારીકના અધ્યક્ષસ્થાને પોષણ માસ 2023 ઉજવણીની સમીક્ષા બેઠક યોજાઈ. હતી જેમાં તેમણે આપણા ઘરની જેમ આંગણવાડીઓમાં પણ સ્વચ્છતા જળવાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા..
વિગતે જોઇએ તો, આજરોજ, અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તી પારીકના અઘ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાગૃહમાં પોષણ માસ 2023 ઉજવણીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. વર્ષ 2018થી દેશભરમાં પોષણ માસની સપ્ટેમ્બર મહિનામાં ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણીમાં માત્ર આઈ.સી.ડી.એસ. વિભાગ જ નહિ, પરંતુ તમામ વિભાગો દ્વારા સાથે મળીને સંકલિત કામગીરી કરવામાં આવે છે.
આ વર્ષે, પોષણ માસ માટે ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ આ થીમ આધારિત દરરોજ જિલ્લામાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે પોષણ માસ માટે 7 લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં, સ્તનપાનથી લઈને નો એનિમિયા ઝુંબેશ સુધીના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.




