sabarkathaराष्ट्रीय

ચોરીના મોબાઇલ ફોન સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ…

ચોરીના મોબાઇલ ફોન સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ...

નાયબ પોલીસ મહાનિરીક્ષક  વિદ્રસિંહ યાદવ  ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક  વિજય પટેલ  સાબરકાંઠા હિંમતનગર નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હા । શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે ઇ/ચા હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી પાયલ સોમેશ્વરના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડયા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી આર ચૌહાણ તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે.

તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ અમો તથા પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ ક્રુષ્ણસિંહ કાળુસિંહ તથા અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ જેને બદને લીલા (મહેદી) કલરની અડધી બાયની ટીશર્ટ તથા કમરે કથ્થાઇ રંગનુ પેન્ટ પહેરેલ છે જે ઇસમ ચોરીનો મોબાઇલ ફોન વેચવા સારુ બસ સ્ટેશન પાછળ કોમ્પ્લેક્ષ પાસે ફરે છે જે હકીકત આધારે ઉપરોક્ત વર્ણન મુજબના ઇસમને પકડી તેનુ નામ ઠામ પુછતા રમેશભાઈ રાયમલભાઈ વાદી ઉવ.૪૫ રહે, શણગાલ,ઇંદીરા ફળીયુ તા.મેઘરજ જી.અરવલ્લી નો હોવાનુ જણાવતા તેની અંગ ઝડતીમાથી એક વીવો કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે જોતા વાદળી કલરનો V23E 5G મોડલનો મોબાઇલ ફોન જેનો IMEI નંબર જોતા ૮૬૯૫૯૯૦૫૧૫૧૯૨૧૪ તથા ૮૬૯૫૯૯૦૫૧૫૧૯૨૦૬ નો મળી આવેલ જે મોબાઈલના આધાર પુરાવા બીલ માગતા કે મોબાઇલ ક્યાથી લાવેલ છે તે બાબતે જીણવટભરી રીતે પુછપરછ કરતા પોતે વીસ દીવસ અગાઉ હિંમતનગર બસ સ્ટેંડમાથી મુસાફરોની બસમા ચડ ઉતર કરતા ભીડમાથી મુસાફરની નજર ચુકવી ચોરી કરેલ હોવાનું જણાવતા અત્રેના હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે એપાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૩૦૬૭૩/૨૦૨૩ ઇપીકો.કલમ.૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જેથી સદરી આરોપીને ગુન્હાના કામે અટક કરી મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરી આરોપીને હિંમતનગર બી ડીવીઝન પોલીસે પકડી પાડ્યો હતો.

ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલમાં (૧) વિવો કંપનીનો વાદલી રંગનો V23E 5G મોબાઇલ ફોન.૨૪,૯૯૯/નો સમાવેશ થાય છે.-

આ કેસમાં કામગીરી કરનાર અઘીકારી-કર્મચારીઓમાં  (૧) પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડ્યા (૨) પોલીસ સબ ઇન્સ. વી આર ચૌહાણ (૩) અ.હેડ.કોન્સ ક્રુષ્ણસિંહ કાળુસિંહ (૪) અ.હેડ.કોન્સ સંદીપકુમાર દ્વારકાદાસ (૫) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ (૬) અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ (૭) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button