sabarkathaराष्ट्रीय

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર એ.ડીવીઝન પોલીસ, 3 ઝડપાયા..

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર એ.ડીવીઝન પોલીસ, 3 ઝડપાયા..

પોલીસ ઉપમહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામા જુગાર રમતા ઇસમોને પકડવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ સાહેબના માગૅદશૅન હેઠળ પોલીસ ઇન્સપેકટર બી.પી.ડોડીયા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આ દીશામા સતત વોચ રાખી કાયૅરત રહેલ છે.

તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ પીઆઇ તથા આપ.સા.તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે હડીયોલપુલ છાપરીયા આવાસ યોજના કોટ નજીક ખુલ્લી જગ્યામા નીચે કેટલાક ઇસમો ગંજીપાનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે.જે હકીકતની સર્વેલન્સ સ્કોર્ડને સમજ કરી જુદી જુદી દીશામાથી લુપાતા છુપાતા હકીકતવાળી જગ્યાએ જતા કેટલાક ઇસમો ગોળ કુડાળુવળી જુગાર રમી રમાડતા જોવા મળતા રેઇડ કરી હતી.

આ રેડમાં (૧) વિક્રમભાઇ શંકરભાઇ સરાણીયા રહે.૨૨/બ્લોક બી ગીરધરનગર આવાસ હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા (૨) સલમાન હૈદરશા ફકીર રહે.અશરફનગર કસ્બા નીચવાસ હિંમતનગર જી.સાબરકાંઠા (૩) અંબાલાલ નાથાલાલ વાઘેલા રહે.શંકર ભુવન શાહપુર અમદાવાદ જી. અમદાવાદનાઓ જુગાર રમી રમાડતા ગંજીપાના તથા રોકડ રૂપિયા ૧૦,૩૦૦/-ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોય જેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.આમ હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટાફ ધ્વારા જુગારનો ગણાનાપાત્ર કેશ શોધી પ્રશંશનીય કામગીરી કરેલ છે.

પકડવાના બાકી આરોપીઓઃ-કમલેશભાઇ મણીલાલ વાઘેલા રહે.એ/બ્લોક આવાસ યોજના છાપરીયા હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા તથા રાજુભાઇ મફાભાઇ વાઘેલા રહે.એ/બ્લોક આવાસ યોજના છાપરીયા હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા તથા ગો મફાભાઇ વાઘેલા રહે.બી/બ્લોક આવાસ યોજના છાપરીયા હિંમતનગર જી.સાબરકાંઠાનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button