આરાધના સોસાયટીમાં પેવર બ્લોક કામમાં ધાંધલીના આરોપો…તપાસ જરૂરી…તંત્ર જાગશે?
આરાધના સોસાયટીમાં પેવર બ્લોક કામમાં ધાંધલીના આરોપો...તપાસ જરૂરી...તંત્ર જાગશે?

ખેડબ્રહ્મા શહેરના આરાધના સોસાયટીમાં કોમન પ્લોટમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક નાખવાનું કામ ચાલુ કર્યું છે. જેમાં તંત્રની પોલ બહાર આવી છે. કેમ કે પેવર બ્લોકની નીચે pcc પેચિંગ કરવામાં કપચી રેતી તથા સિમેન્ટનો માલ મટીરિયલ નાખવાનો હોય છે જ્યારે તેમાં કપચીની જગ્યાએ મોટા મેટલ રેતી અને સિમેન્ટના કોકરા નાંખવામાં આવી રહ્યાં હોવાની ખેડબ્રહ્માની જાહેર જનતામાં ચર્ચા જાગી છે ખાસ કરીને સ્થાનિક સોસાયટીએ આ અંગે જાણ કરતાં ચર્ચાએ વેગ પકડ્યો છે.

લોકલાગણી એવી છે કે, આ જાહેર જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો છે. તેમાંથી જનતાના કામો થાય કે ના થાય પણ કોન્ટ્રાક્ટરોને તથા તેમના વચોટિયાઓને ઘી-કેળા થઇ ગયા છે. સમગ્ર કામની જાણે કોઇને એટલે કે તંત્રને જાણે કોઈ પડી જ નથી.

તપાસ એજન્સી સ્થળ ઉપર હાજર હોવા છતાં મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હોય એમ એજન્સી પોતાનું કામ નિષ્ઠાથી કરી રહેલ નથી, તો નગરપાલિકા શા માટે કોન્ટ્રાક્ટ આપતી હશે તેવા સવાલો ઉભા થયા છે.

નગરપાલિકા જાહેર જનતાના નાણાંનો દૂરુપયોગ કરી રહી છે અને નગરપાલિકા જવાબ આપવા પણ તૈયાર નથી તથા ખેડબ્રહ્માના હાલના એન્જિનિયર શ્રી કિરણભાઈને મોબાઈલ ઓપરેટ કરવાનો ટાઈમ નથી કે શું? તંત્રના અધિકારી તપાસ કરે તેવી માંગો ઉઠી છે.
ખેડબ્રહ્મા નગરપાલિકાના એન્જિનિયરસાહેબશ્રી ને ખેડબ્રહ્મા આરાધના સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ફોન કરવા છતાં પણ ત્રણે અધિકારીઓમાંથી એક પણ અધિકારીશ્રીઓને સ્થળ ઉપર આવવાનો સમય મળેલ નથી એવું તેના રહેવાસીઓ જણાવ્યું હતું. જે બ્લોકની બાજુમાં ઊભા કરવામાં આવ્યા છે તે તંત્રની ખુલ્લી આમ બેદરકારી દેખાઈ આવે છે, એમ સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ તેમજ સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું.




