sabarkathaराष्ट्रीय

ખેડબ્રહ્મા પોલીસે દારૂના જથ્થા સાથે 7.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો…

ખેડબ્રહ્મા પોલીસે દારૂના જથ્થા સાથે 7.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો...

સાબરકાંઠાના માર્ગે થઇને  આઠમના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યમાં દારૂ ઠાલવવાના પ્રયાસોને    ખેડબ્રહ્મા પોલીસે નિષફળ બનાવીને  દારૂનો મોટો જથ્થો પકડવામાં વઘુ એક મોટી સફળતા મેળવી છે.

વિગતે જોઇએ તો, પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે ફિલ્મી ઢબે ક્રેટા કારનો પીછો કરતા તેમાંથી લાખોનો દારુ ઝડપાયો હતો  આ વિદેશી  દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે રાજસ્થાનમાંથી ગુજરાતમાં લવાતો હતો. જેમાં 773 નગ અંગ્રેજી બોટલો મળી કુલ 1,47,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

હાલમાં તહેવારો ચાલી રહ્યાં છે ત્યારે તહેવારો ટાણે પોલીસને ચકમો આપીને દારૂનો જથ્થો  લવાતો  હતો. 773 દારૂની બોટલો તેમજ ક્રેટા કાર સાથે કુલ 7,47,000 નો મુદ્દામાલ ખેડબ્રહ્મા પોલિસે જપ્ત. કર્યો હતો.પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા બુટલેગર,  બેફામ ગાડીચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતોો. જો કે સવારના સમયે પેટ્રોલિંગ દરમ્યાન પીછો કરતા દારૂ ભરેલી કાર ટ્રાફિક ઓછી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પણ  ખેડબ્રહ્મા પાસેના મટોડા પાસેના એક ઝાડ સાથે અથડાતા આગળના ભાગમાં કુર્ચે કુર્ચા ઉડી ગયા હતા. આ અંગે ખેડબ્રહ્મા પોલીસે દારૂ તેમજ ગાડીનો કબ્જો લઈ આગળની વધું તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button