राष्ट्रीयઅરવલ્લી

હાશ..આખરે મારો મેઘો આવ્યો ખરો…મળી અમને ટાઢક અને પાકને જીવતદાન..

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા….

આખરે મેઘરાજાએ અરજ સુણી હોય તેમ વરસીદ માટે તરસતા અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ થતા લોકોને ગરમીમાં રાહત મળી ચો પાણી માટે તરસતાં ખેતરોને જીવતદાન મળ્યું હતું.

જિલ્લામાં મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરીયા, ઇસરી, રેલ્લાવાડા સહીત પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની હેલી જોવા મળી હતી.

નવેસરથી થયેલા વરસાદથી  ખેડૂતોને મકાઈ, સોયાબીન, તુવેર સહિત મુરઝાતા પાકને જીવતદાન મળતા વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Related Articles

Back to top button