राष्ट्रीय

ઉદઘાટનઃ ગ્લોબલ ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો…..

ઉદઘાટનઃ ગ્લોબલ ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો.....

આજથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થઇ રહ્યો છે. જે અંતર્ગત PM modi મોદી ટ્રેડ શો પહોંચ્યા હતા અને ગ્લોબલ ટ્રેડ શોન ખુલ્લો મુક્યો હતો. આ ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો અત્યાર સુધીના સૌથી મોટા ‘ગ્લોબલ ટ્રેડ શો’નું આયોજન કરવામા આવ્યું છે. જેનું PM modiના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે. તેમની સાથે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, આ ટ્રેડ શોમાં ‘મેક ઈન ગુજરાત’, “આત્મ નિર્ભર ભારત” સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આ ટ્રેડ શોમાં દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 20 દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરવામા આવી છે. આ સાથે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરવામા આવી રહી છે.

Related Articles

Back to top button