sabarkathaराष्ट्रीय

સાબરકાંઠામાં વધુ એક પ્રેમી પંખીડાએ સાથે મળીને આત્મહત્યા કરતા ચકચાર મચી…

સાબરકાંઠામાં વધુ એક પ્રેમી પંખીડાએ સાથે મળીને આત્મહત્યા કરતા ચકચાર મચી...

સાબરકાંઠામાં વધુ એક પ્રેમી પંખીડાએ સાથે મળીને આત્મહત્યા કરી હોવાનો  ચોંકાવનારો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ જન્મમાં સાથે રહી શકીએ તેમ નથી એમ માનીને બન્નેએ જીવન ટૂંકાવ્યું હોવાનું મનાય છે.

વિગતે જોઇએ તો, તલોદ તાલુકાના પુંસરી ગામના આ ચકચારી બનાવમાં બે પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બન્ને જણાએ પુંસરી નજીક ખેતરની સીમમા ઝાડ સાથે ટૂંપો લગાવી  આપઘાત કર્યો હતો.

મરનારાઓમાં પુંસરી ગામની યુવતી તેમજ અમરાપુર ગામના યુવક હોવાનું બહાર આવ્યું હતું અને બન્ને જણાએ  પ્રેમમાં જીવન ટુંકાવ્યું હોવાનું મનાય છે. તલોદ પોલીસે ધટના સ્થળે પહોંચીને વઘુ તપાસ હાથ ધરી છે. જો કે  આત્મહત્યાનું સાચુ કારણ તો  પોલીસ તપાસમાં બહાર આવશે. પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા….

Related Articles

Back to top button