राष्ट्रीय

વરસાદની સાથે હવે અંબાલાલની વાવણી માટે પણ આગાહી…! .ખેડૂતમિત્રો જાણી લો….

વરસાદની સાથે હવે અંબાલાલની વાવણી માટે પણ આગાહી...! .ખેડૂતમિત્રો જાણી લો....

વરસાદના કારણે ગુજરાતના ખેડૂતો માથે બેઠેલી માઠી દશા હજુ દૂર થઈ હોય તેવું લાગી રહ્યું નથી. આ વર્ષે ચોમાસાની ધમાકેદાર શરુઆત થતાં ખેડૂતો ખુશ થયા હતા અને યોગ્ય સમયે વાવણી કરી દીધી હતી. જે બાદ વરસાદ ખેચાયો હતો અને જગતના તાતની મુશ્કેલીઓ શરુ થઈ હતી. આ મુશ્કેલીઓનો અંત હજુ આગળ પણ આવે તેવું જણાતું નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં આગાહી કરતાં કહ્યું હતું કે રાજ્યમાં અલનીનોની અસર રહી શકે છે. જો આમ થયું તો ઘઉંનો પાક લેતા ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જાશે.

અહીં નોંધનીય છે કે દેશમાં કુલ ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતનો મહત્વનો ફાળો છે. જ્યારે રાજ્યમાં કુલ ખાદ્યાન્નના ઉત્પાદનનમાં 50 ટકા જેટલો ભાગ એકલા ઘઉંનો છે. ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ઘઉં વાવવામાં આવે છે. જેમાં ટુકડી ઘઉં (એસ્ટીવમ), કાઠીયા/ભાલીયા ઘઉં અને પોપટીયા ઘઉંનો સમાવેશ થાય છે. રાજ્યમાં આશરે 12થી 13 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થાય છે. રાજ્યમાં કુલ વાવેતરના 94 ટકા પિયત અને 6 ટકા બિનપિયત વિસ્તાર છે. રાજ્યમાં સૌથી વધુ ઘઉં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવવામાં આવે છે.

Related Articles

Back to top button