અપરાધઃ એક ઇસમને ગેરકાયદેસર બંદુક સાથે પકડી પાડતી સાબરકાંઠા એસઓજી….
અપરાધઃ એક ઇસમને ગેરકાયદેસર બંદુક સાથે પકડી પાડતી સાબરકાંઠા એસઓજી....
સાબરકાંઠા જીલ્લામાં ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા તથા એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા સારું ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબનાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપી છે.
જે સુચના અન્વયે પો.ઇન્સ.શ્રી.એન.એન.રબારી એસ.ઓ.જી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ બ.નં-૫૬૨ નાઓને મળેલ બાતમી હકિક્ત અન્વયે દેરોલ ગામની સીમમાં, સાબરમતી બ્રિજની નજીક,નદીની કોતરોમાં જતા રસ્તા ઉપરથી આરોપી સુમારભાઇ ઇસ્માઇલભાઇ સીંધી ઉ.વ.-૪૫,રહે.ઝવેરી હાઇસ્કુલની પાછળ,રેલ્વે ફાટક પાસે,વિજાપુર તા.વિજાપુર જી. મહેસાણાવાળાના અંગ કબજામાંથી દેશ બનાવટની ફુલ્લીદાર સીંગલ બેરલ બંદુક (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.- ૭,૦૦૦/- ની મળી આવી હતી.
આ અંગે આરોપી વિરૂધ્ધમાં હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ કેસમાં કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓમાં (૧) શ્રી. એસ.જે. ગોસ્વામી પો.સ.ઇ એસ.ઓ.જી. (૨) અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ (૩) આ.પો.કોન્સ. રોહિતકુમાર બાબુભાઇ (૪) આ.પો.કોન્સ.અપેન્દ્રસિંહ નટવરસિંહ (૫) ડ્રા.પો.કોન્સ.દશરથભાઇ જેઠાભાઇ (૬) ડ્રા.પો.કોન્સ.વૈભવસિંહ મહેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.




