sabarkathaराष्ट्रीय
જાંબુડી હાઈસ્કુલમાં મદદનીશ શિક્ષકનો વિદાય સન્માન સમારોહ યોજાયો….
જાંબુડી હાઈસ્કુલમાં મદદનીશ શિક્ષકનો વિદાય સન્માન સમારોહ યોજાયો....
હિમતનગર તાલુકાની શ્રી જે એમ કોટડિયા સાર્વજનિક હાઈસ્કૂલ, જાંબુડી- રામપુર ખાતે તાજેતરમાં શાળાના માધ્યમિક વિભાગના મદદનીશ .શિક્ષક. શ્રી વાલજીભાઇ એચ ફનાત 32- વર્ષ ઉપરાંતની સેવાઓ બાદ વયનિવૃત થતા હોઇ એમનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતા.
તેમનો વિદાય સમારોહ શાળાના ટસ્ટ્રી મંડળના પ્રમુખશ્રી /મંત્રીશ્રી તથા કારોબારી સભ્યો તથા શાળાના ભુતપુર્વ શિક્ષકો-કર્મચારી મિત્રોની હાજરીમાં યોજાઈ ગયો હતો.. આ પ્રસંગે શ્રી વી એચ ફનાતનું સન્માનપત્ર અને ભેટ , મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભૉજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી ,સમગ્ર શાળા સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.




