राष्ट्रीय

11ના મોતઃડ્રાયવર લાઈટ વિના જ બસ હંકારી રહ્યો હતો, પછી એ બસ ખીણમાં ન પડે તો ક્યાં પડે..?!

11ના મોતઃડ્રાયવર લાઈટ વિના જ બસ હંકારી રહ્યો હતો, પછી એ બસ ખીણમાં ન પડે તો ક્યાં પડે..?!

દેશમાં માર્ગ  અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જ જાય છે, રોજ એક ભયંકર દુર્ઘટના બને છે. મળતી માહિતી અનુસાર  છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક બસ મુરોમ માટીની ખાણના ખાડામાં પડતાં ઓછામાં ઓછા  11 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ નજીક રાત્રે 8.30 વાગ્યે આ અકસ્માત થયો હતો, જ્યારે એક ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

ન્યૂઝ એજન્સી અનુસાર, એસપીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ 40 લોકોથી ભરેલી બસ રસ્તા પરથી લપસીને 40 ફૂટ ઊંડી મુરોમ ખાણમાં પડી ગઈ. મુરમ એક પ્રકારની માટી છે, જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે. એસપીના જણાવ્યા અનુસાર, માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું કે છત્તીસગઢના દુર્ગમાં થયેલી દુર્ઘટના વિશે જાણીને ઘણું દુઃખ થયું. જે લોકોએ તેમના પરિજનો ગુમાવ્યાં તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના છે. આ મામલે દુર્ગના કલેક્ટર ઋચા પ્રકાશ ચૌધરીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા.

પ્રાપ્ત માહિતી આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ઘાયલોની એઈમ્સ તથા એપેક્સ અને અન્ય હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલોએ માહિતી આપી કે આ એક કંપનીના કર્મચારીઓની બસ હતી. તેઓ રાતે કામ પૂર્ણ કરી ઘરે પાછા ફરી રહ્યા હતા તે સમયે દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં મુસાફરો વધારે હતા અને ડ્રાયવર લાઈટ વિના જ બસ હંકારી રહ્યો હતો. વધારે સ્પીડ સાથે દોડતી બસ એકાએક મુરમની માટીની ખાણમાં પડી ગઈ હતી.

Related Articles

Back to top button