गुजरातराष्ट्रीय

પોલીટીક્સઃ સુરતમાં ભાજપને બિનહરીફ જીતાડનાર નિલેશષ કુંભાણી કેસરી ખેસ પહેરશે…..

પોલીટીક્સઃ સુરતમાં ભાજપને બિનહરીફ જીતાડનાર નિલેશષ કુંભાણી કેસરી ખેસ પહેરશે.....

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની સુરત લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર રહેલા નીલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં  જોડાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આ જ સપ્તાહમાં ભાજપમાં જોડાઈ શકે છે. નિલેશ ઝડપથી ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે હાલ કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમનો ભારે વિરોધ કરી રહ્યાં છે. નિલેશના ઘરની બહાર હાલ કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમનો વિરોધ કરીને તેમને ગદ્દાર અને લોકશાહીના હત્યારા હોવાનું કહી રહ્યાં છે.

સુરત લોકસભા સીટ પર બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતથી નિલેશ ચર્ચામાં આવ્યા હતા. મુકેશ દલાલની બિનહરીફ જીતના એક દિવસ પહેલા જ નિલેશનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. તેમના પ્રસ્તાવકોની સહીંમાં ગડબડ હોવાનું કહીને તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.

સુરત લોકસભા સીટ પર બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતનો નવો વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના ઉમેદવારોનું નામાંકન રદ થઈ ગયા પછી બાકી બચેલા 8 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પરત લીધા પછી મુકેશ દલાલ બિનફરીફ ચૂંટણી જીતી ગયા હતા. આ મામલામાં હવે કોંગ્રેસની રહી-રહીને ઉંધ ઉડી છે અને તેણે ઈલેક્શન કમિશનને આ અંગે ફરિયાદ કરી છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મુકેશ દલાલને અનુચિત પ્રભાવના પગલે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ કહ્યું છે કે આ સીટ પર નવેસરથી ચૂંટણી કરાવવામાં આવે. પાર્ટીએ દાવો કર્યો છે કે બીજેપી કારોબારી સમુદાયથી ડરી ગઈ હતી. જેના કારણે તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગની કોશિશ કરી છે..

Related Articles

Back to top button