राष्ट्रीयહિમતનગર

બસ સ્ટેશને એક યુવાને ફિનાઇલ પી લેતા મચી દોડધામ, અંતે સીવીલમાં…

બસ સ્ટેશને એક યુવાને ફિનાઇલ પી લેતા મચી દોડધામ, અંતે સીવીલમાં...

સાબરકાંઠામાં ચોમાસાએ વિદાય લીધી હોય તેમ વાતાવરણમાં ઠંડક પથરાઇ રહી છે.  એક તરફ નવરાત્રિની તડામાર તૈયારીઓ છે બીજી તરફ એક ઘટના બનતા સ્થાનિક લોકોને દોડવુ પડ્યું હતું.

વિગતે જોઇએ તો, હિંમતનગર બસ સ્ટેશનમાં મોડી રાત્રે એક યુવાને ફિનાઈલ પી લેતા ચકચાર મચી હતી. ફિનાઇલને કારણે તેની તબિયત બગડતા અને હોહા થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને યુવકને બચાવવા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેના પગલે એ યુવાનને સારવાર અર્થે 108 મારફતે સિવિલ ખસેડાયો હતો.

જો કે એ યુવાને ફીનાઇલ પીવાનું કારણ અકબંધ છે. હાલમાં તે સારવાર હેઠળ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button