ગેમિંગઝોન ઇફેક્ટઃ શાળાઓમાં ફાયર સેફટીની તપાસ કરવા તંત્રને હાક્લ,,
ગેમિંગઝોન ઇફેક્ટઃ શાળાઓમાં ફાયર સેફટીની તપાસ કરવા તંત્રને હાક્લ,,

રાજ્યમાં ઉનાળુ વેકેશન લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. સાબરકાંઠની શાળાઓમાં પણ ફરીએકવાર નાના ભૂલકાઓની ગૂંજ સંભળાશે. પણ તે પહેલાં કોઇ બાળકની ગૂંજ દબાઇ ન જાય તે જોવાની ખાસ જરૂર છે.
કેમ કે રાજકોટના અગ્નિકાંડના પગલે સાબરકાંઠામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હિંમતનગર સહિત જિલ્લામાં વગર પરવાનગીઓ કોઇ ગેમ ઝોન ચાલતો તો નથી ને..તેની તપાસ કરવામાં આવી અને હવે શાળાઓ ખૂલે તે પહેલાં શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસના આદેશો થયા છે.
વિગતે જોઇએ તો, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત સાબરકાંઠામાં પડ્યા છે. અને તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અંગેની તપાસ કરીને કાર્યવાહી કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે..
શાળાઓ પર ધ્યાન રાખતી કચેરી એટલે ડીઇઓ કચેરી અને એ કચેરીઓને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપ્યા છે.સાબરકાંઠા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લાના BRC અને CRC ને ફાયર સેફટી અંગે કાર્યવાહી માટે કડક સૂચના આપી છે….




