sabarkathaराष्ट्रीय
જનસેવાઃઆશિવાઁદ સેવા ટ્રસ્ટ દ્વારા ડ્રેસના કાપડનું વિતરણ કરાયું….
વિનોદ બ્રહમભટ્ટ.....
આશિવાઁદ સેવા ટ્રસ્ટ-કિફાયતનગર દ્રારા આજરોજ જરૂરિયાતમંદ વિધવા બહેનો લઘુમતી સમાજ કિફાયતનગર ખાતે ડ્રેસના કાપડનું વિતરણ કરવાનો કાયઁક્રમ યોજાયો હતો.

વિગતે જોઇએ તો, આશિવાઁદ સેવા ટ્રસ્ટ -કિફાયતનગર ખાતે ચાલતી નાની સંસ્થા છે. અનૈ તે સિવણ-ભરતગૂંથણ-જેવી તાલીમ અને રોજગારની પ્રવ્રુતી કરે છે, આજે સંસ્થાને B.Z.GRUP તરફથી નાનકડુ ફંડ મળ્યુ તો તેમણે નાની પ્રવ્રુતિ હાથ ધરી છે.


તેમાં જરૂરીયાતમંદ લઘુમતી સમાજની બહેનો ને ડ્રેસનું કાપડ આપી સેવાકિય પ્રવ્રૃતિ હાથ ધરી છે. વિનોબાભાવે સેવા સંસ્થાનના વિનોદ બ્રહમભટ્ટ આશિઁવાદ સેવા ટ્રસ્ટના અ.રઝાક મનસુરી તેમજ ગામ આગેવાનો બલોચ ફિરોઝખાન, મેમણ ઈકબાલભાઇ, ઝાલોરી જાફર હુસેન,સરપંચ સફીભાઇ મેમણ, મનસુરી રફીકભાઇ, શેખ કાદરભાઈ અને લાભાથીઁ બહેનો હાજર રહ્યા હતા.





