ગુજરાતની ધરતી પર ફિલ્મફેર અવૉર્ડસનું આયોજન થઈ રહ્યું છે. આજથી બે દિવસ માટે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડસનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે એવોર્ડસ કાર્યક્રમને લઈ ગિફ્ટ સિટિમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા બોલિવુડ સ્ટાર ગાંધીનગર પહોંચ્યા છે. જેમાં ફાલ્ગુની પાઠક, કરિશ્મા તન્ના સામેલ છે જ્યારે કરન જોહર, રણબીર કપૂર મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવનાર છે.
ગુજરાત ખાસ તેની વાનગીઓ માટે પ્રખ્યાત છે. તેથી ફિલ્મફેર એવોર્ડમાં બોલિવુડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી કરાઈ છે. જેમને ભોજનમાં આંતરરાષ્ટ્રીય અને લોકલ વાનગીઓ પીરસાશે સાથો સાથ ગુજરાતની સુરતી ઘારી મિલેટસનો ટચ આપી બનાવાઈ છે. મોહન થાળ, સ્પાઈસ એપ્રિકોટ ચોકલેટ, ગુલાબ પાક, સુખડી પણ તૈયારી કરાઈ છે. ફિલ્મ સ્ટાર માટે ખાસ લો કેલરી ફૂડ તૈયાર કરવામાં આવ્યો છે અને ફરસાણમાં રાગી ઢોકળા બનાવાયા છે. તો ઉંધીયુ, કઢી, બાજરીની ખીચડી પણ બનાવાઈ છે જ્યારે ગુજરાતી થાળીમાં ખીચડી કઢી ટીંડોળાનું શાક રવૈયાં બટાકાનું શાક પણ હશે.
ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. બોલીવુડના ડાયરેક્ટર કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ આ શો હોસ્ટ કરશે. આજે 27 અને આવતીકાલે 28 જાન્યુઆરીના રોજ આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મફેર એવોર્ડ્સના 69 એડિશન માટે નોમિનેશન પણ અગાઉ જ જાહેર કરાઈ ચૂક્યાં છે જેમાં બેસ્ટ ફિલ્મ: ,બેસ્ટ દિગ્દર્શક: બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ,લીડ રોલ, બેસ્ટ એક્ટર (પુરુષ),બેસ્ટ એક્ટર ક્રિટિક્સ,લીડ રોલ બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ),બેસ્ટ એક્ટ્રેસ, ક્રિટિક્સ,બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ (પુરુષ),બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલ (ફીમેલ),બેસ્ટ લિરિક્સ,બેસ્ટ મ્યુઝિક આલ્બમ,બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)બેસ્ટ સ્ટોરીબેસ્ટ VFX માટે ઍવોર્ડ આપવામાં આવશે.




