સાબર ડેરીની ચૂંટણી માટે ભાજપ દ્વારા અપાયા મેન્ડેટ..જાણો કોણ કપાયા-કોણ લવાયા…!
સાબર ડેરીની ચૂંટણી માટે ભાજપ દ્વારા અપાયા મેન્ડેટ..જાણો કોણ કપાયા-કોણ લવાયા...!
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે જીવાદોરી સમાન સાબર ડેરીની ચૂંટણીઓ યોજાઇ રહી છે. ઉમેદવારી પત્રો ભરાઇ ગયા છે.અને જેની રાહ જોવાતી હતી તે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યાં છે. જેમાં ભાજપ દ્વારા મોટાભાગના જુના જોગીઓને ઉમેદવારી માટે મેન્ડેટ આપવામાં આવ્યાં છે..
વિગતે જોઇએ તો, ગત મોડી રાત્રે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરાયા હતા. જેમાં કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલ કપાયા છે.સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલને પણ મેન્ડેટ આપવામાં આવ્યો નથી.
આ ઉપરાંત સાબરડેરી ના પૂર્વ વાઈસ ચેરમેનને પણ સત્તાવાર ઉમેદવારી માટે મેન્ડેટ અપાયો નથી. જેમને મેન્ડેટ આપવામાં આવ્યો છે તેમાં ખેડબ્રહ્માથી પૂર્વ ડિરેક્ટર રામાભાઈ પટેલ, વડાલીથી ઋતુરાજને, ઈડર \1 થી અશોક પટેલ અને ઈડર \2 કેતન પટેલને, હિંમતનગર\ 1થી જેઠાભાઈ પટેલ અ ને હિંમતનગર\ 2 થી વિપુલ પટેલને, પ્રાંતિજ થી મણીભાઈ પટેલ અને તલોદથી ભોગીલાલ પટેલને, ભિલોડાથી કાંતિભાઈ પટેલને અને ધનસુરાથી સચિન પટેલને, મોડાસા \1 શામળભાઈ પટેલને અને મોડાસા \૨ સચિન પટેલને પણ મેન્ડેટ આપવામાં આવ્યો છે.
એમ મનાય છે કે, અંદરોઅંદરની ખેંચતાણ દૂર કરવા કરાયો પ્રયાસ કરવામાં આવ્યો છે.સૌથી મહત્વનું એ છે કે, અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાબરકાંઠા બેન્કના મહેશભાઈ પટેલ કપાયા છે. જ્ઞાતિ પ્રમાણે જોઇએ તો, સાબર ડેરીમાં એક પણ ઠાકોર ક્ષત્રિય ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યો નથી.




