સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી માટે 10 ટકા અનામત રાખવા કલેકટરને આવેદનપત્ર..
સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી માટે 10 ટકા અનામત રાખવા કલેકટરને આવેદનપત્ર..
ગુજરાતમાં ઓબીસી માટે 27 ટકા અનામત છે. એસટી-એસસી માટે પણ અનામત છે. તેનો અમલ થાય છે. પરંતુ સ્થાનિક સ્વરીજ્યની ચૂંટણીઓમાં ઓબીસી સમાજની અનામત રદ કરવામાં આવતા ઓબીસી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને તેના પડઘારૂપે આજરોજ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં ઓબીસી સમાજની 10% અનામત રદ કરવાના અનુસંધાને, 27% અનામતની માંગ સાથે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કલેક્ટર ચીટનીશ સા. કનકસિંહ ગોહિલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્ર આપનાર એનજીઓ રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠાના ગોપાલસિંહ ઠાકોર (એડવોકેટ &નોટરી, પ્રદેશ મહામંત્રી) જગતસિંહ પરમાર (શિક્ષક, પ્રદેશ મહામંત્રી) જગતસિંહ પરમાર (જિલ્લા પ્રમુખ) અજયસિંહ પરમાર (એડવોકેટ, જિલ્લા મિડિયા સેલ કન્વીનર) હિરસિંહ પરમાર (સંરપચ વાંટડા) જેઠાભાઈ કાપડિયા (વાંટડા) ધવલ સુથાર વગેરે દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને 10 ટકા બેઠકો ઓબીસી માટે ફરીથી અનામત રાખવા વિનંતી કરવામાં આવી હતી.




