અમદાવાદમાં દિલ્હીવાળી ઘટના બની છે જેમાં સંખ્યાબંધ શાળાઓને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ હતી . લોકસભાની ચૂંટણીનું કાલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાન માટે અમદાવાદની અનેક શાળામાં વોટિંગ બુથ ઉભા કરવામાં આવ્યા છે.મતદાન પહેલા દિલ્હીની જેમ શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.આવતીકાલે પીએમ મોદી પણ અમદાવાદની શાળામાં મતદાન કરવાના છે તે પહેલા અમદાવાદની સાત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
આ ધમકીના પગલે શાળાઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોચી ગઈ છે. જેમાંથી ત્રણ શાળાના નામ સામે આવ્યા છે. ઘાટલોડિયાની આનંદ નિકેતન, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને અને વસ્ત્રાપુરની એશિયા સ્કુલને ધમકી મળી છે. આ શાળાઓ સિવાય સાત શાળાઓને ધમકી ભર્યા મેલ આવ્યા છે. જે બાદ તંત્ર તપાસમાં લાગ્યું છે. અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે. પોલીસનું એમ માનવું છે કે દિલ્હી શાળાઓને ધમકીભર્યા મેલ જેમ રશિયન સર્વરમાંથી મોકવામાં આવ્યા તેમ અમદાવાદની શાળાઓ ને પણ આજ સર્વરમાંથી મેલ મોકવ્યા હોવાનું મનાય છે.




