sabarkathaराष्ट्रीय

વડાલી-ધરોઈ રોડ પર આઈવા ટ્રકમાં લાગતા ભારે દોડધામ મચી, ચાલક ટ્રક મૂકી ફરાર…

વડાલી-ધરોઈ રોડ પર આઈવા ટ્રકમાં લાગતા ભારે દોડધામ મચી, ચાલક ટ્રક મૂકી ફરાર...

સાબરકાંઠામાં વડાલી ખાતે વડાલી-ધરોઈ રોડ પર રેતી ભરેલ એક આઈવા ટ્રકમાં લાગતા  ભારે દોડધામ મચી હતી. જો કે આગ લાગતા ટ્રકચાલક સળગતી ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળે છે.

વિગતે જોઇએ તો વડાલીના બાબસાર ચોકડી નજીક રેતી ભરેલી આઈવા ટ્રકના પાછળના ટાયરમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા ચાલક ચાલુ ગાડી મૂકી ફરાર થયો હતો. આખરે ધરોઈ વડાલી રોડ પર અવરજવર કરતા લોકો અને સ્થાનિક લોકોએ પાણીના છંટકાવથી આગ બુઝાવી હતી. જો કે ત્યાં સુધીમાં સળગતી ટ્રકને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો..

Related Articles

Back to top button