राष्ट्रीयઅરવલ્લી

અણસોલ ગામે અંદાજે 10 ફુટનો વિશાળકાય અજગર ચડી આવ્યો..રેસ્કયૂ કરી પરત માદરે વતનમાં..!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા-અરવલ્લી…..

ભિલોડા તાલુકાના શામળાજી પંથકના અણસોલ ગામે અંદાજે 10 ફુટનો વિશાળકાય અજગર પકડાયો હતો. જો કે ત્યારબાદ તેને પરત જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

વિગતે જોઇએ તો અણસોલ ગામે મોડી રાત્રે મૈત્રી હાઈસ્કુલના સામે હાઇવે રોડની સાઈડમાં રાત્રીના સમયે વિશાળકાય અજગર ગ્રામજનોને દેખાતા ગ્રામજનો એકાએક રીતે દોડી આવી એકઠા થયાં હતા.

આ અંગેની જાણ શામળાજી વન વિભાગને  શામળાજી વનવિભાગની  ટીમ તાકીદે  અણસોલ ગામે તાત્કાલિક દોડી આવી હતી જેમાં (એસ.જે ડોડીયાર )વનપાલ  વાય.આર. ખાંટ વનરક્ષક દહેગામડા અને લુસડીયા રાઉન્ડના ચોકીદારો અને પંચમહુડી બીટના વનવિભાગના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા. તેમના દ્વારા અંદાજે 10 ફૂટના વિશાળકાય અજગરનું સફળ રેસ્ક્યુ કરી અજગરને શામળાજી વિસ્તારના નજીકના જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. 

Related Articles

Back to top button