હિંમતનગરમાં એનઓસી અને ફાયર સેફ્ટી વગર ચાલતુ ગેમિંગ ઝોન સીલ કરી દેવાયું…
હિંમતનગરમાં એનઓસી અને ફાયર સેફ્ટી વગર ચાલતુ ગેમિંગ ઝોન સીલ કરી દેવાયું...
હિંમતનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી ચાલતા ઈકાઈ ગેમ ઝોનમાં ફાયર સેફટી અને એનઓસી ન હોવાના કારણે સીલ કરી દેવાયુ હતું.
સાબરકાંઠા જિલ્લામાં બે વર્ષથી ચાલતા એક ઝોનમાં સોમવારના દિવસે ઈકાઈ પર રેવન્યુ વિભાગ અને ફાયર વિભાગે સંયુક્ત તપાસ કરીને ફાયર સેફ્ટી અને એનઓસી ન હોવાના કારણે સીલ કર્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટમાં બે દિવસ પહેલા બનેલી ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ ઘટના બાદ હિંમતનગરમાં નગરપાલિકાના ફાયર વિભાગ અને રેવન્યુ વિભાગે સાથે મળીને સોમવારે હિંમતનગરના બેરણા રોડ પર આવે રાજ આર્કેડમાં બાર વર્ષના બાળકો માટે એ કાંઈ ગેમ ઝોન તપાસ હાથ ધરી હતી.
સ્થળ તપાસમાં બહાર આવ્યું કે, સંચાલકો ભાડા કરાર વગર ચલાવતા હતા અને ગેમઝોનમાં સીસીટીવી સિસ્ટમ પણ નહોતી ઉપરાંત સૌથી વધુ ચોંકાવનારૂ તો એ બહાર આવ્યું કે તેમની પાસે ફાયર સેફટી અને એનઓસી પણ ન હતું….રાજકોટ જેવી કોઇ ઘટના બની હોત તો…?
જેને લઈને ફાયર વિભાગ દ્વારા તેને સીલ કરવામાં આવ્યો તો તંત્ર દ્વારા જાણવા મળે છે કે બાળકો માટે ગેમ ઝોન વર્ષ 2022માં શરૂ કરવામાં આવ્યો હતો અને એક કલાકના ₹120 ફી પણ લેવામાં આવતી હતી. એ જે હોય તે પરંતુ કહેવાય છે અબ પછતાયે હોતા ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત….?!




