તારે જમીં પરઃ ઈડર ખાતે સ્વર્ણ બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન
અહેવાલ:રાજુ ચાવડા ઇડર....
ઈડર નગરપાલિકા ટાઉનહોલ ખાતે સમગ્ર સાબરકાંઠા સ્વર્ણ બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ નવ યુવક મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો ચતુર્થ સન્માન સમારોહ યોજાયો હતો. જેમા દેશની આઝાદીને ૭૫ વર્ષ થતા આઝાદીનો અમૃત મહોત્સવની થીમ પર સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સ્વર્ણકાર સમાજના પ્રમુખ દ્વારા સમાજના આમંત્રિત મહેમાનોનો ટૂંકો પરિચય આપી વિવિધ ક્ષેત્રે તેમણે મેળવેલ સિધ્ધિઓ બદલ તેમનુ શાલ ઓઢાડી ફૂલછડી અને મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ અને તેમણે વિવિધ ક્ષેત્રે મેળવેલ સિધ્ધીઓને બિરદાવી સમાજના યુવાવર્ગને પ્રેરણા મળે અને સમાજના યુવાઓ પણ શિક્ષણ અને અન્ય ક્ષેત્રે આગળ આવે એવો શુભ સંદેશ આપવામા આવ્યો હતો.
સ્વર્ણકાર સમાજના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સુંદર ડાન્સ રજૂ કરવામા આવ્યો હતો. નાનામોટા બાળકો દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા સાથે વિશ્વભરમા વસતા અને વિવિધ ક્ષેત્રે જુદાજુદા વિભાગોમા નામના ધરાવતા શ્રેષ્ઠીઓ દ્વારા સમાજના કેજી વનથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિધાર્થીને મોમેન્ટો આપી શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે આગળ વધે એવી શુભકામનાઓ સાથે સન્માન કરવામા આવ્યુ હતુ
સાબરકાંઠા જિલ્લાના સ્વર્ણ બ્રાહ્મણ સુવર્ણકાર સમાજના ભાઈઓબહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઈડર બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ નવ યુવક મંડળના પ્રમુખ કાંતિલાલ ટી. ધાંધલ , મંત્રી લલિત એસ. ધાંધલ , કોષાધ્યાક્ષ અશોક ડી. મંડોરા અને કિશનભાઈ, સંજયભાઈ , મિતેશભાઇ , પ્રવીણભાઈ સર્વ કારોબારી તથા નવયુવક મંડળ અને સલાહકાર સમિતિના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




