राष्ट्रीय

24 કલાકમાં જ કેરળમાં મોનસુનની થશે ધમાકેદાર એન્ટ્રી…જાણો ગુજરાતમાં ક્યારે…?

24 કલાકમાં જ કેરળમાં મોનસુનની થશે ધમાકેદાર એન્ટ્રી...જાણો ગુજરાતમાં ક્યારે...?

ભીષણ ગરમીનો સામનો કરી રહેલું અડધું હિન્દુસ્તાન હવે બસ ચોમાસાની રાહ જોઈ રહ્યું છે. હવામાન વિભાગે આ અંગે સારા સામાચાર આપ્યા છે. આજે એટલે કે 29 મેથી 30 મેની વચ્ચે મોનસુન ક્યારે પણ ભારતીય સીમામાં પ્રવેશી શકે છે. એટલે કે 24 કલાકમાં જ કેરળમાં મોનસુનની એન્ટ્રી થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ, આગામી 24 કલાક દરમિયાન કેરળમાં મોનસૂનના આગમન માટે પરિસ્થિતિઓ અનુકુળ થયેલી છે.

કેરળમાં આ વખતે ચોમાસું સમય પહેલા દસ્તક આપી રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની સામાન્ય તારીખ 1 જૂન છે. જો કે, તે 3-4 દિવસ આગળ અથવા પાછળ હોવું સામાન્ય માનવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું 30 મેના રોજ કેરળમાં આવી શકે છે. આ પછી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. જો કે, કેરળ પહેલાથી જ ભારે વરસાદ અને જળબંબાકારનો સામનો કરી રહ્યું છે

MDએ કહ્યું હતું કે કેરળમાં પ્રી-મોન્સૂન વરસાદ ટૂંક સમયમાં ચોમાસાના વરસાદમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ (IMD) એ આજે કોટ્ટયમ અને એર્નાકુલમ જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને 15મી જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. આ પહેલા 22મી મેના રોજ ચોમાસું આંદામાન અને નિકોબારમાં પહોંચ્યું હતું. આ વખતે ચોમાસું સામાન્ય કરતાં 3 દિવસ વહેલું એટલે કે 19મી મેના રોજ આંદામાનમાં આવી ગયું છે.

 

     રાજ્ય                                             તારીખ

આંદામાન નિકોબાર                          22 મે

બંગાળની ખાડી                               26મી મે

કેરળ, તમિલનાડુ                               1 જૂન

કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના કેટલાક ભાગો          5મી જૂન

મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો ઉપરનો ભાગ, પશ્ચિમ બંગાળ      10 જૂન

ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારની સરહદ     15મી જૂન

ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો       20 જૂન

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર      25મી જૂન

રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ      30 જૂન

રાજસ્થાન       5મી જુલાઈમાં પહોંચશે મેઘરાજજા.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનાની સ્થિતિ સક્રિય બની રહી છે, જે આ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ છે. જેના કારણે ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. તે જ સમયે, લા નીના સાથે, આ વર્ષે સારા ચોમાસા માટે ઇન્ડિયન ઓશન ડીપોલ (IOD)ની સ્થિતિ પણ અનુકૂળ બની રહી છે, જે ચોમાસા માટે સકારાત્મક સંકેતો છે.

Related Articles

Back to top button