sabarkathaराष्ट्रीय

મોરચાની બેઠકમાં પ્રદેશના આગેવાનોએ આગામી કાયઁક્રમો અંગે માર્ગદર્શન આપ્યું….

મોરચાની બેઠકમાં પ્રદેશના આગેવાનોએ આગામી કાયઁક્રમો અંગે માર્ગદર્શન આપ્યું....

પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સૂચના અનુસાર હિંમતનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કનુભાઈ પટેલ તથા પ્રદેશ મોરચાના મહામંત્રીશ્રી દેવેનભાઈ વમાઁની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ હતી.

મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમારે સ્વાગત પ્રવચન કરી મોરચાની કામગીરીનો ચિતાર આપ્યો હતો.. નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશના આગેવાનોએ આગામી કાયઁક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા મહામંત્રીશ્રીઓ વિજયભાઇ પંડ્યા તથા મહેન્દ્રસિંહજી રહેવર , મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર, પ્રભારી કેવલભાઈ વણકર, દશરથભાઈ પરમાર, પાથઁભાઈ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ મુકેશભાઈ સોલંકી, ઈડર તા.પં.પ્રમુખ હષાઁબેન વણકર, કે.ડી.પરમાર, અમૃતભાઈ ભાંભી તથા હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. સમગ્ર કાયઁક્રમનુ સંચાલન મહામંત્રીશ્રીઓ જગદીશભાઈ સોલંકી, ભાનુપ્રસાદ દેસાઈ, રમેશભાઈ વણકરે ખૂબ સારી રીતે કર્યું હતું.

Related Articles

Back to top button