આચારસંહિતાનો અમલઃ ખેડવા ચેકપોસ્ટ ખાતે પોલીસની બોર્ડર બેઠક યોજાઇ…દારૂ લાવ્યા તો ખેર નથી..
આચારસંહિતાનો અમલઃ ખેડવા ચેકપોસ્ટ ખાતે પોલીસની બોર્ડર બેઠક યોજાઇ...દારૂ લાવ્યા તો ખેર નથી..

લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવી ગઇ છે તે તેની સાથે ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણી વખતે મદિરાપાનની લ્હાણીઓને રોકવા આંતરરાજ્ય પોલીસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચૂંટણી સંબંધિત થતી હેરાફેરી જેમ કે રોકડ રકમની કે ગ્રકાયદે હથિયારોને હેરાફેરીને રોકવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી.
ગુજરાતના સાબરકાંઠાને અડીને રાજસ્થાન આવેલુ છે. ગુજરાતમાં મોટા ભાગે રાજસ્થાનનથી ગેરકાયદે દારૂની હેરફેર જોવા મળે છે. ચૂંટણીઓ વખતે માંગ વધારે હોવાથી વધુ પ્રમાણમાં જત્થો લવાય છે. તેથી તેને રોકવા અંગે પણ બે રાજ્યોના પોલીસ અધિકારીઓ વચ્ચે મંત્રણા થઇ હતી.
વિગત જોઇએ તો, આજરોજ ખેડવા-ચેકપોટ ખાતે વિભાગીય પોલીસ અધિકારીશ્રી- ઇડર તથા વિભાગીય પીલીસ અધિકારીશ્રી- કોટડા રાજસ્થાનના ઓની આગેવાનીમાં બોર્ડર મીટિંગ યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ઇલેકશન લગત ચર્ચાઓ કરવામાં આવી હતી તથા સંયુક્ત રીતે વાહન ચેકીંગ કરવામાં આવ્યા હતા.




