સરાહનીયઃ એકાદ વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને શોધીને પરિવાર સાથે મિલાપ કરાવતી ભચાઉ પોલીસ….
પ્રતિનિધિ:જયેશ ધેયડા..
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા નાઓની સુચના આધારે પોલીસ સ્ટાફના માણસોને ગુમ થનારને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહેવા તેમજ ગુમ થનારને શોધી કાઢવા માટે સુચના આપેલ છે.
તે દરમ્યાન ભચાઉ પોલીસ સ્ટેશન ગુમ નોંધ નંબર 33/૨૦૨૨ જાહેર થયેલ અને જે કામે ગુમ થનાર ગીરીશભાઈ હીરાલાલ સોની (ઉ.૫ ૪૫ મુળ રહે અયોધ્યાનગર સોસાયટી દિયોદર તા.દિયોદર જી.બનાસકાંઠા વાળો) ભચાઉ પ્રા.નોકરી કરવા માટે આવેલ અને તેના પત્ની જયશ્રીબેન વા/ઓફ ગીરીશભાઇ સોની નાઓ સાથે દરરોજ વાતચીત થતી હતી પરંતુ ગઈ તા.૦૬/૧૦/૨૦૨૨ ના રોજ ફોન આવેલ ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થયેલ નહીં બાદ તેમના સગાસબંધીમાં તપાસ કરતાં મળી આવેલ નહીં.
ભચાઉ પોલીસ સ્ટેશન આવી ગુમ નોંધ દાખલ કરાવેલ અને તેમના પત્ની જયશ્રીબેન દિવ્યાંગ હોઇ તેઓ તેમના પતિની ખુબ જ ચિંતા કરતા હોઈ અને અવાર નવાર ભચાઉ પોલીસ સ્ટેશન આવી રજુઆત કરેલ હોઈ અને છેલ્લા એડાદ વર્ષથી તેમને તથા તેમના પરિવા૨ના સભ્યોને કોઈ પ્રકારનો કોન્ટેક્ટ ગુમ થનાર ગીરીશભાઈ સાથે થયેલ ન હોઈ જેથી તેમના પતિ માટે ખુબ ચિંતા વ્યક્ત કરતા હતા.
જેથી સદર ગુમ નોંધ ડામે ભચાઉ પોલીસ ખુબ જ ઝીણવટપુર્વક અને ખંતથી તેમજ હ્યુમન અને ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતાં ગુમ થયેલ ગીરીશભાઈ હાલે દિલ્હી હોવાની શક્યતા રહેલ હોઈ તુરત જ એક ભચાઉ પોલીસની ટીમ દીલ્હી ખાતે જવા રવાના કરેલ બાદ દિલ્હી જઈ ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતાં ગુમ થનાર પ્રો.ફાઇટર પ્રા.લીમીટેડમાં મિલન ગાર્ડન પાસે સોનિયા વિહાર નવી દિલ્હી ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોઇ તેવી જાણકારી મળેલ જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતાં ગુમ થનાર ગીરીશભાઈ મળી આવતાં તેને ભચાઉ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા દીલ્હીથી ભચાઉ પોલીસ સ્ટેશન લાવી તેના પરિવાર સાથે મેળાપ કરાવેલ છે..




