દારૂ ભરેલી કાર સાથે બે ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
દારૂ ભરેલી કાર સાથે બે ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાબરકાંઠા વિજય પટેલનાઓએ ડી.જી.પી ની આપેલ પ્રોહી ડ્રાઇવ અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં સખતમાં સખત પેટ્રોલીંગ રાખી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા તથા વી.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ‘ડી* સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહે છે.
દરમ્યાનમાં, તા.૨૫/૧૨/૨૦૨૩ ના રોજ પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ તથા ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે વિધ્યાનગરી પાસે આવતા ડી સ્ટાફના અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ બ.ન.૦૯નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન શામળાજી હાઇવે મોતીપુરા થઇ એક સફેદ કલરની એસ ક્રોસ ગાડી નંબર- GJ.9.BD.5544માં વિદેશી દારૂની બોટલો ભરી વિજાપુર તરફ બે ઇસમો નીકળેલ છે.
જેથી વિધ્યાનગરી ચાર રસ્તા ખાતે પો.સ.ઇન્સ વી આર ચૌહાણ નાઓએ ડી સ્ટાફના માણસો સાથે નાકાબધી ગોઠવી અને ઉપરોક્ત બાતમી હકીકત વાળી ગાડી આવતા ખાનગી વાહનથી આડાશ કરી રોડ બ્લોક કરી ઉભી રખાવતા ચાલકે તેના કબ્જાની ગાડી રોડની સાઇડમાં ઉભી રાખતા ગાડીમાં ચાલક ઇસમ તથા તેની બાજુની સીટમાં એક ઇસમ બેસેલ હોય બન્ને ઇસમોને ગાડીમાંથી નીચે ઉતારી નામ ઠામ પુછતા પોતાના નામ (૧)રીયાઝખાન સ/ઓ રજ્જાકખાન ગુલાબખાન મકરાણી ઉ.વ.૩૫ રહે.જવાસ અલ્લાહ મસ્જીદ પાસે તા.ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન (૨) શાહરુખખાન સ/ઓ શકીલમહમદ મહમદખાન મકરાણી ઉ.વ.૩૧ રહે જવાસ અલ્લાહ મંસ્જીદ પાસે તા.ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન ના હોવાનુ જણાવ્યું હતું.
ગાડીમાં તપાસ કરતા તેમાં પાછળની સીટ તથા ગાડીની ડીકીમા ઇન્ગલીશ દારૂની પેટીઓ ભરેલ જે ગણી જોતા પ્રોહી મુદ્દામાલ બોટલનંગ-૫૦૪ કિ.રૂ.૯૬,૧૨૦/- તથા આરોપીઓની અંગ ઝડતી માથી મોબાઇલ નંગ-૨ ४.३.३७०००/- तथा योस डोस गाडी नं- GJ.9.BD.5544 ની કિં.રુ.૪૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૩૩,૧૨૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે.
હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન સી પાર્ટ નંબર-૧૧૨૦૯૦૫૬૨૩૧૦૫૩/૨૦૨૩ પ્રોહી એકટ કલમ-૬૫એ ઇ ૮૧.૮૩ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ, હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પ્રોહિ.ડ્રાઇવ દરમ્યાન ગણનાપાત્ર કેસ શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
વોન્ટેડ- (૩) મુસ્તાક મહોમદ મોહમીદખાન મકરાણી રહે સામીતેડ ગામ તા.ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન એસ કોસ ગાડી નંબર- GJ.9.BD.5544 ના માલિક તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ગાડી આપનાર. (૪) ભારતીય બનાવટનો વિદેશી દારુ આપનાર ઠેકાનો માલીક (૫) ચીલોડા પાસે ભારતીય બનાવટનો વિદેશી દારુ મંગાવનાર.
સફળ કામગીરી કરનાર અધીકારી- કર્મચારીઓઃ
(૧) એસ જે પંડયા પોલીસ ઇન્સપેક્ટર
(૨) વી આર ચૌહાણ પોલીસ સબ ઇન્સ.
(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ
(૪) અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ
(૫) આ.પો.કો. પ્રવિણસિંહ લાલસિંહ
(૬) અ.પો.કો.નિકુલસિંહ મહેન્દ્રસિંહ
(૭) અ.પો.કો. અજયસિંહ પ્રહલાદસિંહ અને (૮) અ.પો.કો.મુકેશકુમાર રુમાલભાઇનો સમાવેશ થાય છે.




