ઇડરિયો ગઢ જીતવાના કોંગ્રેસના સપના સપના જ રહેશે, ખમતીધર નેતાએ આપ્યું રાજીનામુ
રાજુ ચાવડા....
ઈડર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઈડર નગરપાલિકાના કોર્પોરેટર તથા પૂર્વ વિરોધપક્ષના નેતાએ પક્ષમાથી રાજીનામુ આપતા ઇડર અને સાબરકાંઠા કોંગ્રેસમા ગાબડુ પડ્યું છે.
આગામી સમયમા ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ઇડરિયો ગઢ જીતવા કોંગ્રેસ ભાજપ દ્વારા અંદરખાને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઈડર શહેર નગરપાલિકાના કોર્પોરેટર વિનોદ પરમારે કૉંગ્રેસ પક્ષમાથી રાજીનામુ આપવાની જાહેરાત કરતા સમગ્ર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમા ગાબડુ પડયુ છે. એક પત્રકાર પરિષદ યોજીને તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.
હમણાં સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસમા સતત ગાબડા પડી રહ્યા છે પક્ષમા સતત અવગણના થઈ રહી હોવાના આક્ષેપ સાથે જુના જોગી પક્ષ છોડી અન્ય પક્ષમા જોડાઈ રહ્યા છે જેમા ઈડરના કદાવર નેતા ઘણા વર્ષોથી કૉંગ્રેસ પક્ષમા જોડાઈ પાર્ટીના નાના કાર્યકરથી લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કક્ષાના પદ સુધીની નેતાગીરી કરનાર ઇડર નગરપાલિકામા સતત કોર્પોરેટર તરીકે ચૂંટાઈને ઇડર શહેર તાલુકામા કોંગ્રેસને શિખરે પહોચાડવામા પોતાનો મહત્તમ ફાળો આપનાર એસ.સી સમાજના લોક લાડીલા નેતાએ કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કરતા સમગ્ર જિલ્લાનુ રાજકારણ ગરમાયુ છે.
અનુસૂચિત જ્ઞાતિમાથી આવતા નેતાએ કોંગ્રેસ પક્ષને અલવિદા કરતા અન્ય પાર્ટીઓએ વિનોદ પરમારનો સંપર્ક સાધવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે વિધાનસભા ચૂંટણી યોજવામા હવે થોડોક જ સમય છે અને ઈડર નગરપાલિકાની ચૂંટણી પણ નજીકના ભવિષ્યમા યોજાનાર છે તેવામાં એસ.સી સમાજના અગ્રણી અને લોકપ્રિય નેતાએ કોંગ્રેસ પક્ષ છોડતા કૉંગ્રેસ માટે આવનારી ચૂંટણી પડકાર રૂપ સાબિત થાય તેમા કોઈ નવાઈની વાત નહિ.
પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિનોદ પરમારે કૉંગ્રેસ પક્ષને અલવિદા કરતા તેમણે જણાવ્યુ હતુ કે પક્ષ છોડ્યો છે રાજકારણ નહીં આગામી જીવન નવી વિચારધારા સાથે લોકસેવા માટે રાજકારણને સમર્પિત છે ત્યારે તેમનો ગર્ભિત ઈશારો કયા પક્ષ તરફ છે. વિનોદ પરમાર ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી કે અન્ય પક્ષમા જોડાશે કે કેમ ? તેની પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે …




