राष्ट्रीय

વાઇબ્રન્ટ સમિટમાં મોદીની વાઇબ્રન્ટ ગેરેન્ટીઃ ભારત બનશે વિશ્વની ટોચની ત્રીજી ઇકોનોમી…

વાઇબ્રન્ટ સમિટમાં મોદીની વાઇબ્રન્ટ ગેરેન્ટીઃ ભારત બનશે વિશ્વની ટોચની ત્રીજી ઇકોનોમી...

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે.આ અદ્ભુત પ્રસંગે કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળ, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે. આ સમિટમાં વિક્રમસર્જક 34 દેશો કન્ટ્રી પાર્ટનર છે અને 16 સંસ્થાઓ ભાગીદાર તરીકે જોડાઈ છે. ત્યારે આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે ભારત દુનિયાની પાંચમી ઇકોનોમી છે અને મારી ગેરંટી છે કે, ટુંક સમયમાં આપણે ટોપ 3માં આવી જઇશું.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, તાજેતરમાં, ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી. હવે ભારત આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે. આગામી 25 વર્ષ ભારત માટે ‘અમૃત કાલ’ બનવાના છે. અને હવે આ નવા સંકલ્પો લેવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યુ છે. આપણે વિશ્વ કલ્યાણ માટે ભારતની નિષ્ઠા, પ્રયાસ અને પ્રરિશ્રમ સાથે વિશ્વને આગળ વધારી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં ગેરંટી આપતા જણાવ્યુ કે, ‘મારી ગેરંટી છે કે, આગામી થોડા વર્ષોમાં ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી શક્તિ છે. જ્યારે 10 વર્ષ પહેલા ભારત 11માં સ્થાને હતું. આજે વિશ્વની દરેક મોટી રેટિંગ એજન્સીનો અંદાજ છે કે, આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.

એવા સમયે જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. ત્યારે ભારત વિશ્વમાં વિશ્વાસના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે. અમારા સ્થાને અતિથિ દેવો ભવ છે. તેની શરૂઆતથી છેલ્લા 20 વર્ષોમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે અને રોકાણ અને વળતર માટે નવા રસ્તાઓ ખોલ્યા છે. 2024ની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે.

Related Articles

Back to top button