સારંગપુરથી બેલ્યો મહિસાગર જિલ્લાની સરહદ સુધીના ચાર કરોડના ખર્ચે ચાર કીલોમીટરના પાચ મીટર પહોળા રસ્તાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં ડામોર હીરાજી-પૂર્વ શિક્ષણમંત્રી તથા જિલ્લા ભાજપના મહામંત્રી ભીખાજી ઠાકોર તથા બેલ્યો જિલ્લા પંચાયત વિસ્તારના ચૂંટાયેલ સદસ્યો તથા ડચકા ગામના સરપંચ હીરાભાઈ ડામોર તથા બેલ્યો સરપંચ ડામોર વિક્રમભાઈ તેમજ વિસ્તારના સિનિયર આગેવાનો સહીત ગ્રામજનો મોટી સખ્યામાં હાજર રહી દિવાળી પર્વના દિવસોમાં જ ખાતમુહૂર્ત કરી પ્રજાના ઉપયોગી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આવતી દિવાળી સુધીમાં રસ્તો તૈયાર થઇ જાય એવી લોકલાગણી છે.




