સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર નજીક અકસ્માતની ઘટના બની હતી. જો કે તેમાં કોઇ જાનહાનિ થઇ નહતી.
પ્રાપ્ત માહિતી મુજબ એક ઇકો કાર હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમ્યાન ત્યારે કતપુર નજીક યુ ટર્ન મારતા આગળ જઈ રહેલ ટ્રેક્ટર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ રોડ ની સાઈડમાં રહેલ જામફળની લારી સાથે અથડાઈ હતી.
પરિણામે, લારીમાં રહેલા જામફળ રોડ પર ફંગોળાયા હતા.તો ઇકો કારને પણ આગળના ભાગે નુકશાન થયું હતું. જો કે આ અકસ્માતમાં મોટી જાન હાનિ ટળી હતી અકસ્માતના ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. સદભાગ્યે કોઇને ઇજા ન થતાં સૌએ રાહત અનુભવી હતી.




