કેવડાત્રીજે જ મહિલાઓની અટકાયતથી સંગઠન નારાજ, લડતે રહેંગે..
કેવડાત્રીજે જ મહિલાઓની અટકાયતથી સંગઠન નારાજ, લડતે રહેંગે..
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવતાં જ વિવિધ સંગઠનોએ સરકાર સામે બાંયો ચડાવી છે. જેમાં હવે આંગણવાડી મહિલા કાર્યકરોએ પોતાની માંગણીઓ માટે મેદાનમાં ઉતરી અને વિરોધ કરતાં પોલીસ દ્વારા તેમની ટકાયત કરવામાં આવી હતી.
વિગતે જોઇએ તો પ્રાંતિજ પોલીસ તંત્રએ મજરા મુકામેથી મહિલા કર્મચારીઓની અટકાયત કરી હતી. પ્રાંતિજના મજરા ખાતેથી સવારે 9:30ના સુમારે મહિલા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગર મુકામે ધરણા પ્રદર્શનમાં જોડાવા જઈ રહ્યા હતા ત્યારે અરવલ્લી સાબરકાંઠાના આંગણવાડી મહિલા કર્મચારીઓને અટકાયતમાં લેવાઇ હતી.
આ રોજિંદી મજૂરી કરતા પણ ઓછું વેતન મળતા મહિલા કર્મચારીઓ સરકાર સમક્ષ પોતાની માંગણીઓની રજૂઆત કરવા જઈ રહી હતી. 40 થી 50 મહિલા કર્મચારીઓની પ્રાંતિજ પોલીસ મથકે બાનમાં રાખવામાં આવી હતી. મહિલા કર્મચારીઓએ જણાવ્યું કે તેમનો કેવડાત્રીજનો ઉપવાસ હોવા છતાં બાનમાં રાખવામાં આવ્યાં છે તે યોગ્ય નથી. આ પોલીસનો મહિલાઓ ઉપરનો અત્યાચાર છે. પોલીસે અમારૂ નારીઓનું સન્માન જાળવ્યું નથી..




