સાબરકાંઠા જિલ્લામાં ફાર્માસિસ્ટ વગર ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની રહેમ નજર તળે ચાલતી મેડિકલ સામે કાર્યવાહી કરવા સત્તાવાળાઓને આજે એક આવેદનપત્ર આપીને પગલાં લેવાની માંગણી કરી હતી.
વિગતે જોઇએ તો, સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે આજે સાબરકાંઠા જિલ્લા ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા મદદનીશ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું…. જિલ્લામાં ફાર્માસિસ્ટ વગર ચાલતા મેડિકલ સ્ટોરના સંચાલકો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા…. આ ઉપરાંત ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોના રહેમ નજર તળે આવા મેડિકલ સ્ટોર ચાલી રહ્યા હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો હતો..
સંગઠને આવા ગેરકાયદે મેડિકલ સ્ટોર અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા મદદનીશ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું…અત્રે નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં કેટલાય મેડિકલ સ્ટોરમાં ડ્રગ્સ અધિકારીઓના ભાગ હોવાના પણ આક્ષેપો ભૂતકાળમાં થયા છે અને તેમની મીલીભગતથી દર્દીઓના જીવન સાથે ચેડાં થવાના પ્રયાસોને રોકવાની જરૂર છે.
