અમદાવાદ : ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામાની શરૂઆતમાં જ લખ્યુ કે, હું મારી જાતને કોંગ્રેસ પક્ષમાંથી મુક્ત કરું છુ. 2016 અને 2021 બંને ચૂંટણીમાં થઇને એક કરોડ 70 લાખ જેટલા રૂપિયા મેં અને મારા ગ્રુપે ભેગા મળીને પક્ષને આપ્યા હતા ત્યારે પક્ષે મને આ પદ આપ્યા હતા. આથી કહી શકાય કે, કોંગ્રેસે પક્ષે મને જે કોઇ મોટા પદો આપ્યા એ મારી પાસેથી પૈસા લઇને વેચાતા આપ્યા છે.તેમણે વધુ આક્ષેપ કરતા જણાવ્યુ કે, મારા જેવા હજારો યુવાનો કોંગ્રેસ પક્ષમાં પોતોનો સમય વેડફી રહ્યા છે.




