અરવલ્લીની ભિલોડા વિધાનસભા બેઠક માટે આદી જાતિ મોરચા જિલ્લા મહામંત્રીએ પોતાની દાવેદારી નોંધાવી છે.
આરએસએસ-સંઘનું ગોત્ર ધરાવતા અને યુવાનો તેમજ આદિજાતિ સમાજમાં આગવું સ્થાન ધરાવતા બળવંતભાઈ ધનજીભાઈ ભોઈએ ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે.
બળવંતભાઈ ભોઈએ દાવેદારી નોંધાવતા સમગ્ર મેઘરજ તાલુકાના મતદારોએ તેઓને ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવે તો વિધાનસભા બેઠક પર ભાજપનું કમળ જરૂરથી ખીલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને તેમને જીતાડવાની ખાતરી આપી હોવાખથી ભાજપે કોંગ્રેસ પાસેથી આ વખતે આ બેઠક જીતવા ભોઇને જ પસંદ કરવા જોઇએ.
બળવંતભાઈ ભોઈ વર્ષોથી ભાજપના વફાદાર સૈનિક બની પક્ષના તમામ કાર્યક્રમોમાં તન,મન અને ધનથી કાર્ય કરતા રહ્યા છે. તેથી આ બેઠક પર પહેલો હક્ક તેમનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.




