sabarkathaराष्ट्रीय

જિલ્લામાં પણ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રકિયા યોજાઇ, કોને મળશે ટિકિટ..ઉત્તેજના…

જિલ્લામાં પણ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રકિયા યોજાઇ, કોને મળશે ટિકિટ..ઉત્તેજના...

ગુલાબી શિયાળાની સાથે જિલ્લામાં રાજકીય ગરમી પણ વધી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રકિયા આરંભાઇ ગઇ છે. જેમાં ભાજપે પોતાની પરંપરાગત રીત મુજબ સેન્સ લેવાની કામગીરી શરૂ કરી છે.

સાબરકાંઠામાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપની સેન્સ પ્રક્રીયા યોજાઇ હતી.જેમાં સામાજીક સંગઠનના હોદ્દેદારોને બોલાવ્યા હતા. જો કે  બાદમાં તેમને પ્રવેશ ના અપાતા રોષની લાગણી સર્જાઇ હતી અને બોલાવ્યાં બાદ કેમ પ્રવેશ ન અપાયો તેવી વાત થઇ રહી હતી.

કેટલાક પરિબળોએ સર્કિટ હાઉસનો દરવાજો બંધ કરી દેતા સમર્થકોએ ગેટ આગળ બુમાબુમ કરીને  પોતાની નારાજગી વ્યકત કરી હતી.

Related Articles

Back to top button