राष्ट्रीयઅરવલ્લી

અરવલ્લીના મીની રાજઘાટ તરીકે પ્રસિદ્ધ મહાદેવગ્રામ ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો..

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી…..

ભારત દેશને આઝાદી અપાવનાર આઝાદીના લડવૈયા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતી છે, અને દેશભરમાં  ઠેર ઠેર ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અરવલ્લીના મીની રાજઘાટ તરીકે પ્રસિદ્ધ મહાદેવગ્રામ ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.

મોડાસાના મહાદેવગ્રામ બાકરોલ ખાતે દિલ્હીના રાજઘાટ જેવો જ મીની રાજઘાટ સમાધિ સ્મારક આવેલું છે. મહાત્મા ગાંધીજીના પરમ મિત્ર અને તેમના આજીવન અંગત સચિવ એવા મહાદેવભાઈ દેસાઈ દ્વારા પૂ. બાપુના અસ્થિ મહાદેવગ્રામ ખાતે આવેલી મેશ્વો અને જુમર નદીના સંગમમાં પધરાવ્યા હતા.તેથી આ સ્થાનને મહાદેવગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન પાસે આવેલ ભોજીયા ડુંગરના કિનારે મહાત્મા ગાંધીજીની સમાધિ સમારક બનાવવામાં આવ્યું છે.

Related Articles

Back to top button