राष्ट्रीयદહેગામ

દહેગામ આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની બેદરકારીથી મહિલાના મોતનો પરિવાર દ્વારા દાવો

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ ....

દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મહેમદાવાદ તાલુકાના પથાવત ગામના એક મહિલાને દહેગામિક આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન માટે દાખલ કરતા ડોક્ટરોની  કથિત બેદરકારીથી મહિલાનું મોત થતા પિયર પક્ષ અને સાસરી પક્ષ વાળાઓએ ડોક્ટરોના છાજીયા લઈને હાય હાય ના નારા બોલાવ્યા હતા.

વિગતે જોઇએ તો, ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની નિષ્ક્રિયતા સામે લોકોનો ભારે રોષ પણ જોવા મળતો હતો અને અવારનવાર આ સરકારી દવાખાનામાં યોગ્ય સારવારના અભાવે લોકો ત્રાહિમામ પોકારી જવા પામ્યા હતા. આ રોજની ઘટના બની રહેતી હતી

પણ આજે નવી ઘટના એવી બની કે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના પથાવત ગામના રહીશ સંગીતાબેન અમિતકુમાર ઝાલાને પેટમાં દુખાવો થતાં દહેગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે સવારે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક ડોક્ટરોએ આ મહિલાની સારવાર માટે સ્ટેટમેન્ટ ચાલુ કરતા બપોરના સમય તેમનો પરિવાર મહિલાની તબિયત કેવી છે તેવી પૂછપરછ કરતા આ સ્થાનિક ડોક્ટરો અને મુખ્ય ડોક્ટર અધિકારી કોઈ આ લોકોને સંતોષકારક જવાબ આપતા ન હતા

અને કંટાળીને તેમનો પરિવાર અને દહેગામ તાલુકાના સુજાના મુવાડાના તેમના પિયરીયાઓ અને ગામના સરપંચ અને તેમની સાથે દહેગામના માજી ધારાસભ્ય કામિનીબેન રાઠોડ ઘટનાસ્તરે આવીને તપાસ કરી તો આ મહિલા મૃત જાહેર થવા પામી હતી ત્યારે સરકારી દવાખાનામાં 700 થી 800 જેટલા પુરુષો અને મહિલાઓએ હોબાળો મચાવી દીધો હતો અને ડોક્ટરને બેદરકારી સામે મહિલાઓ છાજીયા લઈને હાય હાય ના નારા સાથે આખું સરકારી દવાખાનું માથે કર્યું હતું.

તેથી તેમનો પરિવાર અને પિયર પક્ષના ભાઈ કારુસિંહ રતનસિંહ સોલંકી અને આ મૃતક ના પિતા એ પોતાની રજૂઆત કરતા જોવા મળ્યા હતા કે આ ડોક્ટરો અમને દવાખાના ની અંદર જવા પણ દેતા ન હતા અને મૃત જાહેર થયા છે તે પણ કહેતા ન હતા એટલે સાબિત થાય છે કે ડોક્ટરોની બેદરકારીથી જ મહિલાનું મોત થવા પામ્યું છે તેવી રજૂઆત તેમના પિયર પક્ષ અને સાસરી પક્ષ  વાળા કરી રહ્યા છે.

 સ્થાનિક માજી ધારાસભ્ય કામિનીબેન રાઠોડ એ જણાવ્યું છે કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને ડોક્ટર બેદરકારી સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે અને આ બાબતે સ્થાનિક ડોક્ટરની અમારા પ્રતિનિએ રૂબરૂ મુલાકાત લેતા આ ડોક્ટર કઈ પણ બોલવા તૈયાર ન હતા.  કારણ કે આ ઘટના બની છે તેમાં ડોક્ટરોની જ બેદરકારીથી જ મહિલાનું મોત થવા પામ્યું છે અને આ મહિલાને સંતાનમાં બે પુત્રો પણ છે તો આ બંને પુત્ર મા વિના બની જતા તેમના પિતા અને માતા પિતા ભારે આક્રોશ સાથે હૈયા ફાટ રુદન કરતા જોવા મળ્યા હતા પરિવારજનો ભારે કલ્પાત કરી રહ્યા છે.

 આ બનાવના પગલે ડોક્ટરો સામે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે અને આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી થવા રજૂઆત કરી છે આજે સરકારી દવાખાને ભારે ધમાલ મચી જવા પામી હતી આ સરકારી ડોક્ટર છેલ્લા ઘણા સમયથી તેમની બેદરકારી વધી જવા પામી હતી અને દર્દીઓને યોગ્ય સારવાર પણ કરતા નાના હતા એવી ફરિયાદો તો રોજની સામાન્ય બની જવા પામી હતી

Related Articles

Back to top button