સાબરકાંઠામાં હિંમતનગર ઝેરોક્ષ એસોસિયન દ્વારા એક દિવસનો બંધ પાળવામાં આવ્યો હતો..
એસો. દ્વારા જણાવવામાં આવ્યું કે, વધતા જતા ભાવ જે માટે ઝેરોક્ષ મશીનના સ્પેરપાર્ટો તેમાં વપરાતું પેપર સહિત ભાવ વધારાના લઈને બંધ પાળવામાં આવ્યું હતું. સંસ્થા હિંમતનગર ઝેરોક્ષ એસોસિયન દ્વારા એક દિવસનો બંધ સ્વયંભૂ પાળવામાં આવ્યો હતો.
બંધમાં સમગ્ર ઝેરોક્ષ એસોસિયેશન દ્વારા મમતા વિકલાંગ સ્કૂલમાં વિકલાંગ બાળકોને જમાડીને માનવતાના સદકાર્યની સાથે સાથે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.અંદાજે 200 જેટલા ઝેરોક્ષ દુકાનદારો બંધમાં જોડાયા હતા..




