ના, તસ્વીરમાં દેખાય છે એ મહિલા કોઇ પીઆઇ કે પીએસઆઇ કે આઇપીએસ અધિકારી નથી. હાં, એટલુ ખરૂ કે એ મહિલાઓ પોલીસ મથકમાં છે.પોલીસ મથકમાં પોલીસ અધિકારીના ટેબલ પર જન્મદિનનો કેક છે અને લાંબાવાળ વાળી મહિલાનો જન્મદિન એક પોલીસ સ્ટેશનમાં ઉજવાયો અને કહેવાય છે કે સ્થાનિક પીઆઇ કે પીએસઆઇની જાણબહાર..!
તસ્વીરમાં કેસરી ખેસવાળી મહિલાઓ છે એટલે એ પૂરવાર થાય છે કે આ મહિલાઓ ભાજપની કાર્યકર્તાઓ છે અને જે વાત બહાર આવી છે તે એ છે કે આ મહિલા કાર્યકર્તાઓ હિંમતનગર ભાજપની છે. હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ યતીનબેન મોદી અને સંગઠન પ્રમુખ નીલાબેન પટેલ મુખ્ય છે. જન્મદિનની પાર્ટી માટે તેમને અન્ય કોઇ હોટેલ કે મોલ કે ફાર્મહાઉસ ના મળ્યું તે મફતનું પોલીસ સ્ટેસન મળ્યું..?! એમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. કેમ કે આ તસ્વીર વાઇરલ થઇ છે અને પોલીસ મથકમાં વટ કે સાથ..બિન્દાસ્ત..અને અમને રોકનાર કોણ…અમે કોણ…ભાજપની મહિલાઓ….અમે કોઇપણ જગ્યાએ જન્મદિન ઉજવીએ એવી શેખી મારીને આ તસ્વીર વાઇરલ કરી છે.

હિંમતનગરમાં આ મહિલાઓને સત્તામાં આવીને સત્તાનો એવો કેફ ચઢ્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ પણ જે ભૂલ ના કરે એવી ભૂલ એક નગરપાલિકા સ્તરની પ્રમુખ અને એક શહેર સ્તરના સંગઠનની મહિલાએ ભાજપની ઇજ્જત આબરૂના ધજાગરા કરી નાંખ્યાં છે…!
કેસરી ખેસના વટાણા વેરી નાંખ્યાં છે. કેસરી ખેસને પોલીસ સ્ટેશનમાં લઇ જઇને તેનું ઘોર અપમાન કરવાનું પાપ આ મહિલાઓએ સત્તાના તોરમાં આવીને કર્યું છે અને સૌથી ચોંકાવનારૂ તો એ છે કે હિંમતનગરમાં ભાજપની આ હવામાં ઉડ ઉડ કરતી મહિલાઓએ જન્મદિન ઉજવ્યો તે સ્થળ સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલું બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે….!
ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એવુ પહેલીવાર બન્યું કે સત્તાલક્ષી પાર્ટીના કોઇ મહિલાના જન્મદિન માટે પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરાયો હોય…! હિંમતનગર શહેરના નાગરિકોમાં આ ઘટનાને લઇને જે પ્રતિક્રિયા આવી રહી ચે તે મુજબ, શું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જન્મદિન માટે પોલીસ મથકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી..? શું એ મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જન્મદિન ઉજવવાની મંજૂરી માંગી હતી અને માંગી હોય તો કોણે મંજૂરી આપી..? અને જો ના માંગી હોય તો વગર મંજૂરીએ પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીના ટેબલ પર જન્મદિનનો કેક કાપીને ઉજવણી કરવા બદલ તેમની સામે ગુનો બને છે..?

શું પીઆઇ, એસપી વગેરેની મંજૂરી મેળવવામાં આવી હતી..? આ તો એવુ થઇ ગયું કે જન્મદિનની ઉજવણી માટે પોલીસ સ્ટેશન હવે ભાડે મળશે..? જન્મદિન ઉજવીને રવાના થઇ જવુ…કાયદામાં પોલીસ સ્ટેશનનું કોઇ મહત્વ છે ખરૂં..? સત્તાધારી પાર્ટીની મહિલા સામે પોલીસ અને બી ડિવિઝન ઝુકી ગયું..? કાલે કોઇ ધનિક પરિવાર પોતાના બાળકના જન્મદિનની અનોખી ઉજવણી માટે પોલીસ સ્ટેશનની મંજૂરી માંગશે તો…? કોઇ કોંગ્રેસ કે આપ પાર્ટીની મહિલાઓ પોતાની મિટીંગ માટે પોલીસ સ્ટેશનની મંજૂરી ગશે તો..? દુલ્હા બિકતા હૈની જેમ પોલીસ સ્ટેશન બિકતા હૈ…જેવી આબરૂ કરી નાંખી બી ડિવીઝન પોલીસની ભાજપની મહિલાઓએ.!.




