राष्ट्रीयહિમતનગર

ભારે પાણીમાં કોઝવેમાંથી પસાર થનાર બાઇકસવારનો માંડ માંડ આબાદ બચાવ..

ભારે પાણીમાં કોઝવેમાંથી પસાર થનાર બાઇકસવારનો માંડ માંડ આબાદ બચાવ..

ઉત્તર ગુજરાતમાં વરસાદની બેટીંગ ચાલી રહી છે. જેમાં સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે હિમતનગરની હાથમતી નદીમાં ભારે પાણીની આવક થઇ છે….

પરિણામે હાથમતી વેસ્ટ વિયર ઓવર ફ્લો થતા નદી બે કાંઠે વહી રહી હતી.જેમાં ભોલેશ્વરથી બાઈક લઈને હિમતનગર જઈ રહેલ એક બાઈક ચાલકનો ભારે જહેમત બાદ માંડંમાંડ બચાવ થયો હતો. આ બાઇકસવાર જોખમી રીતે કોઝવે પસાર કરતા ઘટના બનતા બનતા રહી ગઇ હતી અને બાઇક સવાર માંડ બચ્યો હતો.

ભારે વરસાદને કારણે કોઝ વે પર પાણી વહી રહ્યું હોવાથી વહીવટી તંત્ર દ્રારા નદી પસાર ન કરવાનુ જણાવવા આવી રહ્યું છે તેમ છતા લોકો જોખમી સવારી કરી રહ્યા છે અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ કિસ્સામાં  બાઈક ચાલક નશીબનો બળિયો હોવાથી તેનો  આબાદ બચાવ થયો હતો.

Related Articles

Back to top button