ટીઆરપી અગ્નિકાંડઃ રાજકોટ બંધને મિશ્ર પ્રતિસાદ…..
ટીઆરપી અગ્નિકાંડઃ રાજકોટ બંધને મિશ્ર પ્રતિસાદ.....
ગત મે માસની પચીસ તારીખે રાજકોટમાં TRP ગેમઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેને આજે એક મહિનો પૂર્ણ થતા, કોંગ્રેસ દ્વારા પીડિતોને ન્યાય મળવા અને સરકારની ઠંડી કાર્યવાહીઓ પ્રત્યે વિરોધ પ્રદર્શન કરવા માટે રાજકોટ બંધની અપીલ કરવામાં આવી હતી.. જેને પગલે રાજકોટની મોટાભાગની સંસ્થાઓને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી હતી.
બંધના એલાનથી આજે રાજકોટના બજારો બંધ રહ્યા તેની સાથે શહેરની તમામ શાળાઓએ પણ બંધ રહી હતી. જ્યારે NSUI અને યુખ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી રહી છે. રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં તંત્રની બેદરકારી અને સંચાલકોની ભૂલના કારણે આ દુર્ઘટના બની હતી. જેને લઈ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. ત્યારે પીડિત પરિવારને ન્યાય મળે એ હેતુથી રાજકોટ બંધનું એલાન આપી, પીડિત પરિવારને પણ સહભાગી થવા અપીલ કરી છે.
અગાઉ કોંગ્રેસે પીડિત પરિવારના ન્યાય માટે બંધના એલાનમાં જોડાઈને સમર્થન કરવા અપીલ કરી હતી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બંધને સમર્થન કરવા અપીલ કરી છે તો સાથે જ પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય નહીં મળ્યાનો આક્ષેપ પણ કર્યો. તેમણે આક્ષેપ લગાવ્યો કે ભ્રષ્ટાચારના કારણે ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા. સાથે જ આક્ષેપ લગાવ્યો કે સરકારમાં બેઠેલા લોકોના કારણે રાજકોટનો અગ્નિકાંડ સર્જાયો હતો..
અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પીડિત પરિવારો આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે. ભ્રષ્ટ સરકારના સંચાલનને કારણે રાજકોટમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. એવામાં અગ્નિકાંડમાં વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. અગ્નિકાંડની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.




